18 ઓક્ટોબર 2023 ન્યુઝ પેપર કરંટ (ગુજરાત સમાચાર)
69માં રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ : વહીદા રહેમાનને ફાળકે પુરસ્કાર
69 મી નેશનલ ફિલ્મ એવોર્ડ સમારંભનું આયોજન દિલ્હીમાં કરવામાં આવ્યું.દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાયેલા સમારંભમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ એવોર્ડ વિજેતા કલાકારોને સન્માનિત કર્યા હતા. જાણીતી અભિનેત્રી વહીદા રહેમાનને દાદા સાહેબ ફાળકે એવોર્ડ વડે સન્માનિત કરવામાં આવી.
દાદા સાહેબ ફાળકે એવોર્ડ : વહીદા રહેમાન
બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટને ગંગુભાઈ કાઠીયાવાડી અને ક્રિતી સેનાને મીમી માટે બેસ્ટ એક્ટ્રેસ નો એવોર્ડ મળ્યો.
પલ્લવી જોશીને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ વડે નવાજવામાં આવી.
શ્રેયા ઘોશાલ ને બેસ્ટ સિંગરના એવોર્ડ વડે નવાજવામાં આવી.
સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને ફિલ્મ ધ પુષ્પા : ધ રાઈઝ માટે બેસ્ટ એક્ટરના એવોર્ડ વડે નવાજવામાં આવ્યા.
આર માધવનની ફિલ્મ રોકેટ્રી : ધ નામ્બિ બેસ્ટ ફીચર ફિલ્મ તરીકે સન્માનિત કરવામાં આવી.
ધ કાશ્મીર ફાઈલને નરગીસ દત્ત એવોર્ડ આપવામાં આવ્યો હતો.
પંકજ ત્રિપાઠીને બેસ્ટ સપોર્ટિંગ એક્ટર નો એવોર્ડ મળ્યો હતો.
બેસ્ટ ડિરેક્ટર નો એવોર્ડ ગોદાવરી ધ હોલી વોટરના નિખિલ મહાજનને મળ્યો હતો.
ઓકલા સ્પીડટેસ્ટ વૈશ્વિક રેન્કિંગમાં ભારત ઓક્ટોબરમા 113માં સ્થાનેથી47મા સ્થાને પહોચ્યું.
લોન્ચિંગ જોરે ભારતમાં મોબાઈલ ડાઉનલોડ સ્પીડ વધિઈને 50.21 Mbps થઈ.
આગામી વર્ષથી સ્કૂલો માટેની નવી શિક્ષણ નીતિનો બે ભાગમાં અમલ કરવામાં આવશે.
શૈક્ષણિક સત્ર 2024-25માં 3,4,5,6,9 અને 11મા ધોરણ, 2025-26માં 7,8,10,12માં ધોરણમાં લાગુ થશે.
Post a Comment
0 Comments