21 ઓકટોબર કરંટ અફેર્સ
➡️ વૈશ્વિક આર્થિક વિકાસમાં ભારતનો હિસ્સો વધી 18% થશે.
આગામી પાંચ વર્ષમાં વૈશ્વિક વિકાસમાં ભારતનો હિસ્સો વધીને 18% પર આવી જવાની ઇન્ટરનેશનલ મોન્ટેરી ફંડ(IMF) દ્વારા ધારણા મુકવામાં આવી છે ભારતના અર્થતંત્રના થઈ રહેલા ઝડપી વિકાસને પગલે આ ધારણા કરવામાં આવી છે.
ચીનની સરખામણીએ ભારતના ઝડપી આર્થિક વિકાસ દરને કારણે વૈશ્વિક વિકાસમાં ભારતના હિસ્સામાં વધારો થશે.
➡️ ETF શરૂ થવાની શક્યતા વધી જતા બીટકોઈન વધીને 30,000 ડોલરની નજીક.
ETF : સપોર્ટ બીટકોઈન એક્સચેન્જ ટ્રેડેડ ફંડ
➡️ મોબાઈલ ટેકનોલોજીમાં પરિવર્તન eSIMની જગ્યાએ હવે iSIM આવશે.
અમેરિકાની કંપની iSIMનું પ્લેટફોર્મ તૈયાર કર્યું.
ભારતમાં 1.2 અબજ લોકો મોબાઇલ વાપરે છે જેમાંથી અડધો અડધ એટલે કે 60 સ્માર્ટફોન છે.
➡️ મિસ યુનિવર્સ માં પ્રથમ વખત બે ટ્રાન્સજેન્ડર મહિલાઓ સ્પર્ધક ભાગ લેશે.
મિસ યુનિવર્સ સ્પર્ધાના ઇતિહાસમાં પ્રથમ વખત બે ટ્રાન્સજેન્ડર સ્પર્ધકો ભાગ લેશે.
નવેમ્બર મહિનામાં યોજાનારી મિસ યુનિવર્સ સ્પર્ધા માટે મિસ પોર્ટુગલનો તાજ એરહોસ્ટેસ તરીકે કાર્યરત એવી 23 વર્ષની મરીના મોચેટને પહેરવામાં આવ્યો છે. આ પહેલા ડસ મોડલ રિક્કી કોલે જુલાઈ મહિનામાં મિસ મેષનેધરલેન્ડનો ખિતાબ જીત્યો હતો, આ સાથે જ કોલ મીસ નેધરલેન્ડ સ્પર્ધા જીતનાર પ્રથમ ટ્રાન્સજેન્ડર મહિલા બની ગઈ હતી.
72મી મિસ યુનિવર્સ સ્પર્ધા અલ સાલવડોર ખાતે યોજાય છે આ ઇવેન્ટમાં વિશ્વભરની 90 મહિલાઓ મિસ યુનિવર્સનો તાજ મેળવવા માટેના પ્રયત્ન કરશે.
વિજેતાને 71મી મિસ યુનિવર્સ આરબોની ગ્રેબિયલ તાજ પહેરાવશે.
જો મરીના મોચેટે અથવા રિક્કી કોલ આ સ્પર્ધા જીતે છે, તો તેઓ મિસ યુનિવર્સ નો તાજ પહેરનાર પ્રથમ ટ્રાન્સ વુમન બની જશે.
આ પહેલા 2018માં સ્પેનની એન્જેલા પોન્સ પ્રથમ ટ્રાન્સ સ્પર્ધક બની હતી પરંતુ તે ફાઇનલ સુધી પહોંચી શકી નહોતી.
ભારત તરફથી 23 વર્ષીય મિસ ઇન્ડિયા યુનિવર્સ શ્વેતા શારદા આ સ્પર્ધામાં ભાગ લેશે.
➡️ પીએમ મોદીએ યુપી થી રેપિડ રેલને લીલીઝંડી આપી.
દિલ્હી - મેરઠ વચ્ચે દેશની પ્રથમ રેપિડ ટ્રેન્ડ શરૂ થઈ.
દિલ્હી મેરઠ વચ્ચે દેશની પ્રથમ રેપીડ શરૂ થઈ હતી અત્યારે 17 કિલોમીટરના અંતરમાં આ ટ્રેન ચાલશે વર્ષ દોઢ વર્ષમાં દિલ્હી મેરઠ ગાઝિયાબાદનો 82 કિ.મી.નો તૈયાર થશે અને અન્ય શહેરોને પણ તબક્કાવાર આવરી લેવાશે.
➡️ ડેન્ગ્યુનો પહેલીવાર સચોટ ઈલાજ શોધાયો ગોળીનું સફળ પરીક્ષણ.
ડેન્ગ્યુ માટેની દવા અમેરિકન ફાર્મા કંપની જોનસન એન્ડ જોનસન દ્વારા વિકસાવવામાં આવી.
➡️ રિઝર્વ બેન્ક એ ગુજરાતની પાંચ સહકારી બેંકને 14 લાખનો દંડ કર્યો.
રિઝર્વ બેન્કએ ગુજરાતની પાંચ સહકારી બેંકોને નિયમની બહાર જઈને કામગીરી કરવા બદલ દંડ કર્યો. આ પાંચ બેંકોમાં સુરત નેશનલ કો-ઓપરેટિવ બેન્ક, મહિલા કો-ઓપરેટિવ બેન્ક, છાપા નાગરિક સહકારી બેંક, પીપલ્સ કો-ઓપરેટિવ બેન્ક અને વડનગર નાગરિક સહકારી બેંક નો સમાવેશ થાય છે.
Post a Comment
0 Comments